તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
જૂની કલેકટર કચેરીમાં ચોંકાવનારી પાર્ટી અંગે કલેકટરનો નિર્દેશઃ હાલ અમે વિગતો મેળવી રહ્યા છીએઃ બાબત જાણ્યા બાદ તપાસ થશેઃ DSOનું અકળ મૌનઃ ભારે ચર્ચા : જૂની કલેકટર કચેરીમાં આવેલ પુરવઠાની ઝોનલ કચેરીની લોબીમાં ગત ગુરૂવારે રાત્રે ૮ થી ૯ માં યોજાયેલ કહેવાતી એક ચોંકાવનારી પાર્ટી અંગે ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છેઃ કલેકટર પોતે ફોટાની વિગતો મેળવી રહ્યા છેઃ દરમિયાન કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા''ને જણાવેલ કે અમે વિગતો મેળવી રહ્યા છીએઃ બધી બાબત જાણ્યા બાદ તપાસ થશેઃ સંભવતઃ સીટી પ્રાંત-૧ને તપાસ સોંપાય તેવી શકયતાઃ જો કે મહેસૂલના અન્ય એક ટોચના કર્મચારીએ ઉમેર્યું હતું કે આમાં અમારો મહેસૂલનો એક પણ કર્મચારી નથીઃ પાર્ટી અંગેDSO ને ફોન કરતા તેમણે ફોન ઉપાડયો નહતોઃ DSO દ્વારા અકળ મૌન સેવાઇ રહ્યું છે.

(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
