<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જામનગર રોડ પરના ૬ પ્‍લોટનું દબાણ હટાવવા અંગે કોર્પોરેશન-સીટી સર્વેના અધીકારીઓને બોલાવતું : તંત્રઃ દબાણકારો મામલતદાર પાસે દોડી ગયા.. : જામનગર રોડ ઉપર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની સામે ૮૦૦થી ૧ હજાર વારના સરકારી જમીનના ૬ પ્‍લોટ ઉપર વર્ષોથી દબાણ કરી નખાયું છે. સર્વે નં. ૬ર૬ની આ જમીન વર્ષો પહેલા કલેકટર તંત્રે કોર્પોરેશનને આપેલી છેઃ અંદાજે ૩૦ થી ૩પ કરોડની આ જમીન ઉપર ક્રોકરીવાળા-નર્સરી-માટલાવાળા-કરીયાણા-ચા-પાન વાળાએ દબાણ કરી નાખ્‍યું છેઃ પヘમિ મામલતદારે ગઇકાલે નોટીસો ફટકારી હતીઃ ૧ દિ'નો સમય અપાયેલઃ દબાણ કરનારાઓ મામલતદાર પાસે દોડી ગયા હતાઃ ૪ થી પ દિવસનો સમય માંગ્‍યો છેઃ બીજી બાજુ મામલતદારે કોર્પોરેશન-સીટી સર્વેના અધીકારીઓને બોલાવ્‍યા છેઃ બાદમાં કલેકટરનું માર્ગદર્શન મેળવી નિર્ણય લેવાશે...

(2:40 PM IST)