<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ્સ સક્રિય થઈ હોય પોરબંદરથી કચ્છ સુધી આજે અતિ ભારે વરસાદ તૂટી પડવાની આગાહી : મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ્સ સક્રિય થઈ છે અને વરસાદી માહોલ છવાયો છે. આજે પોરબંદર થી લઈને કચ્છ સુધી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દ્વારકા પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડવાની આગાહી થઈ છે, તો રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી કચ્છ સહિત વલસાડ નવસારી ડાંગ સુરત આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ૧લી જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે પણ રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી થઈ છે

(9:30 AM IST)