<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

દિલ્હીના IGI એરપોર્ટ પર ટર્મિનલ 1ની છતનો એક ભાગ ધરાશાયી: એક વ્યક્તિનું મોત: 8 લોકો ઘાયલ : બપોરે 2 વાગ્યા સુધી ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ : મોટાભાગની ઈન્ડિગો અને સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ રદ : દિલ્હીના IGI એરપોર્ટ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. મળતી વિગત મુજબ આજે સવારે ભારે વરસાદને કારણે ટર્મિનલ 1ની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. દરમિયાન બપોરે 2 વાગ્યા સુધી ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આમાંની મોટાભાગની ઈન્ડિગો અને સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ છે.

(11:27 AM IST)