<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

શ્રીલંકામાં ૬૦ ભારતીય નાગરિકોની ધરપકડ : સવાસોથી વધુ મોબાઈલ અને ૫૦થી વધુ લેપટોપ કબજે લેવાયાઃ મોટી ઓનલાઇન નાણાકીય ગોલમાલ શ્રીલંકાના ફોજદારી ગુન્‍હા કાનૂન વિભાગે માડીવેલા, બટારામુલ્લા તથા નેગોમ્‍બાથી ૫ ડઝન ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. સત્તાવાર પોલીસ પ્રવક્‍તાએ જાહેર કર્યું હતું કે આ વિસ્‍તારોમાં દરોડા પાડી ઓનલાઈન નાણાકીય કૌભાંડ બાબતે ૧૩૫ મોબાઈલ ફોન અને ૫૭ લેપટોપ જપ્ત કરવામાં આવ્‍યા છે. વિશેષ વિગતો મેળવાય રહી છે.

(3:34 PM IST)