<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

વાહ રે કળિયુગ વાહ! નાનાભાઇની બોગસ સહી કરીને લઇ લીધી ૪ કરોડની લોનઃ મોટાભાઇ અને ભત્રીજાએ કરી છેતરપિંડી: અહીં એક વ્‍યકિતના મોટાભાઇ અને ભત્રીજાએ તેની બોગસ સહી કરીને બેંકમાંથી લગભગ ૪ કરોડની લોન લઇ લીધી હતી. ફરિયાદી મહેશ પાંડે પોલીસમાં ગયો પણ ત્‍યાં ફરિયાદ નહીં લેવાતા તે કોર્ટના આશરે ગયો છે. કોર્ટમાં તેણે જણાવ્‍યું કે તેના સગા મોટાભાઇ નારાયણપ્રસાદ પાંડે અને ભત્રીજા અખિલેશ પાંડેએ તેના નામ અને સહીથી શાજાપુરની બંધન બેંક અને આઇસીઆઇસી બેંકમાંથી ૪ કરોડ રૂપિયાની લોન લઇ લીધી છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું કે ર૦૦૦ ની સાલમાં અમે દયાનંદ સરસ્‍વતી કોલેજ શરૂ કરી હતી. તેમાં મને સમિતિનો ખજાનચી બનાવ્‍યો અને મારી ખોટી સહીઓ કરીને સમિતિ નિર્ણયો પસાર કરાતા રહ્યા. આ કેસમાં કોર્ટે પોલીસને વિધી અનુસાર કાર્યવાહીના આદેશ આપ્‍યા છે.

(4:55 PM IST)