News of Monday, 1st July 2024
જુનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં ચારથી આઠ ઇંચ વરસાદ તૂટી પડ્યો: દામોદર કુંડમાં ઘોડાપૂર: ઉના ગીર ગઢડામાં વરસાદ જામ્યો : જુનાગઢમાં મોડી રાત્રિથી મેઘો મુશળધાર વરસ્યો છે. સૌથી વધુ વરસાદ માણાવદરમાં ચાર કલાકમાં આઠ ઇંચ, વંથલીમાં પાંચ ઇંચ અને ભેંસાણ, વિસાવદર અને મેંદરડામાં ચાર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ. ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો: દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું: દામોદર કુંડ અને સોનરખ નદીમાં આવ્યા નવા નીર: નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ: ગીર સોમનાથ જી.ના ઉનામાં વરસાદ શરૂ, પવન સાથે ધોધમાર વરસાદ, ગીરગઢડામાં વરસાદ: જામ્યો વરસાદી માહોલ

(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
