<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

બિહારમાં એક્સિસ બેન્કમાંથી લાખો રૂપિયાની લૂંટ: સીસીટીવી ફૂટેજમાં બદમાશોની કરતુત કેદ થઈ: બેંક કર્મચારીઓને લોકરમાં પૂરી લૂંટ ચલાવી : બિહારના શેખપુરા જિલ્લામાં એક્સિસ બેન્કમાંથી ૨૯ લાખ રૂપિયાની લૂંટનો બનાવ બહાર આવ્યો છે. ચાર ગુંડાઓએ હથિયારો બતાવી લૂંટ કરી હતી. તમામ બેંકના કર્મચારીઓને બેંકના લોકર રૂમમાં પૂરી દઈ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવેલ.આજે સવારે ૧૦.૨૦ વાગ્યે આ ઘટના બની. તમામ હરામખોરો બાઈક ઉપર આવ્યા હતા. બેંકમાં નાણા જમા કરવા આવેલા ગ્રાહકોને પણ લૂંટી લેવામાં આવેલ.

(3:08 PM IST)