News of Wednesday, 3rd July 2024
રાજકોટમાં વીજતંત્ર અન્ડરગ્રાઉન્ડ કેબલ આવતા વર્ષે પૂર્ણ કરી લેશેઃ હાલ ૪૦ ટકા કામ બાકીઃ આ માટે રાજકોટ-૩ તથા ગાંધીધામ માટે ૧૭ કરોડના ટેન્ડર પ્રસિધ્ધ કરાયા... રાજકોટ વીજતંત્રના ટોચના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજકોટમાં સીટી-૧, અને સીટી-ર માં અન્ડર ગ્રાઉન્ડ કેબલ સંપૂર્ણ નખાઇ ચૂકયો છે. રાજકોટ-૩ માં કામ બાકી છે. આ ૪૦ ટકા કામ ર૦રપ સુધીમાં પૂર્ણ કરી લેવાશેઃ આ બાબતે રાજકોટ-૩ અને ગાંધીધામ માટે ૪૦ કરોડના (HT-LT સહિત) ટેન્ડર બહાર પડી ચૂકયા છેઃ સોલાર અંગે અન્ય અધીકારીઓએ જણાવેલ કે હાલ રાજકોટમાં ૭૬-અરજી પેન્ડીંગ છેઃ ૩પ૦ કનેકશન ધડાધડ અપાયા છેઃ ઓવર લોડીંગ મીટરનો પ્રશ્ન હલ થયો છેઃ તે ઉપરાંત ટ્રાન્સફોર્મર આસપાસ સફાઇ-ફેન્સીંગ-અંગે પણ ટીમો ઉતારી દેવાઇ છે.

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
