News of Wednesday, 3rd July 2024
અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. : * સરકારે સુરક્ષા, આર્થિક અને રાજકીય બાબતો પર કેબિનેટ સમિતિઓની રચના કરી. : * ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ અકસ્માતમાં ઘાયલોની મુલાકાત કરી, તેમજ સમીક્ષા બેઠક પણ યોજી હતી. : * ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને રાજીનામું આપી દીધું છે. ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ હેમંત સોરેન ફરીથી મુખ્યમંત્રી બનશે તે હવે નિશ્ચિત છે. : * વિમ્બલ્ડન ટેનિસમાં, રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેન મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં રમશે.

(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
