<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

રી-નીટ ની જરૂર નથી : કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કર્યું : નીટ-યુજી(NEET-UG)2024 માં ગેરરીતિ-પેપર લીકને લઈને સમગ્ર દેશના 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉચાટમાં છે અને રી-નીટ ની ચર્ચા-માંગણીઓ થઈ રહી છે તેની વચ્ચે આજે કેન્દ્રના શિક્ષણ વિભાગે રી-નીટ ન લેવી જોઈએ તેવું એફિડેવિટ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ કર્યાનું જાણવા મળે છે. રી-નીટ લેવાથી પ્રમાણિકતાથી પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓ ઉપર અસર પડશે તેવું જણાવાયું છે. નીટ-યુજી માં મોટા પાયે ગોપનીયતાનું ઉલ્લંઘન તથા ગેરરીતિ ન થઈ હોવાનો પણ ઉલ્લેખ કરેલો હોવાનું જાણવા મળે છે. આ એફિડેવિટ સંદર્ભે 8 જુલાઈ ના રોજ સુનવણી થશે.

(9:18 AM IST)