<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

બહેન માયાવતીના બસપા પક્ષના તામિલનાડુના પ્રમુખ આર્મસ્ટ્રોંગની તેમના ઘર પાસે ક્રૂર હત્યા : બહુજન સમાજ પાર્ટી (બસપા)ના તમિલનાડુ રાજ્ય એકમના પ્રમુખ કે આર્મસ્ટ્રોંગની શુક્રવારે સાંજે શહેરના પેરામ્બુર નજીક છ ગુંડાઓની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. : ૪૭ વર્ષીય આર્મસ્ટ્રોંગ તેના ઘરની નજીક મિત્રો અને સમર્થકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેના પર ઘાતક હથિયારોથી હુમલો થયો હતો. : આર્મસ્ટ્રોંગના મિત્રો ભાગી ગયા હતા. તેના કણસવાનો અવાજ સાંભળીને તેના પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં આર્મસ્ટ્રોંગ માથા અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ સાથે લોહીના ખાબોચિયામાં પડેલ મળેલ. ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરેલ.

(9:29 AM IST)