<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

વિશ્વ હિન્‍દુ પરિષદના કાર્યાલય નજીક રાહુલ ગાંધીના પૂતળાનું દહન અમદાવાદ : વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે ત્‍યારે લોકસભામાં હિન્‍દુઓ અંગે નિવેદન આપતા સમગ્ર ગુજરાતમાં રાહુલ ગાંધીનો વીએચપી અને બજરંગદળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને આજે વીએચપી કાર્યાલય ખાતે વિશ્વ હિન્‍દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળુ બાળવામાં આવ્‍યું હતું. પોલીસે વીએચપી અને બજરંગ દળના કાર્યકરોની અટકાયત કરી હતી.

(4:35 PM IST)