<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

અત્યારની મુખ્ય હેડલાઈન્સ : * ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના તમામ જિલ્લાઓમાં પ્રાઇમ મિનિસ્ટર એક્સેલન્સ કોલેજનું લોકાર્પણ કર્યું : * લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું- દેશના વિકાસ અને આધુનિકીકરણમાં વિદેશમાં રહેતા ભારતીયોનું મહત્વનું યોગદાન છે : * જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા : * કે. પી. શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બનશે : * ભારતે હરારેમાં પાંચમી અને અંતિમ T-20 ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેને 42 રને હરાવીને શ્રેણી 4-1થી જીતી લીધી : * વિમ્બલ્ડન ટેનિસમાં, કાર્લોસ અલ્કારાઝે ફાઇનલમાં નોવાક જોકોવિચને હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું : * યુરો ફૂટબોલ કપની ફાઇનલમાં આજે મોડી રાત્રે સ્પેન અને ઇંગ્લેન્ડ સામસામે ટકરાશે.

(10:51 PM IST)