<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી : રત્નાગીરી જિલ્લા માટે રેડ એલર્ટ :રાયગઢ, સિંધુદુર્ગ, પુણે, સતારા, કોલ્હાપુર, પરભણી, હિંગોલી, અમરાવતી, વર્ધા અને યવતમાલ માટે ઓરેન્જ એલર્ટ જારી : મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રત્નાગીરી જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના રાયગઢ, સિંધુદુર્ગ, પુણે, સતારા, કોલ્હાપુર, પરભણી, હિંગોલી, અમરાવતી, વર્ધા અને યવતમાલ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે મુંબઈ, થાણે, પાલઘર અને ધુલે માટે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(11:40 AM IST)