News of Monday, 29th July 2024
અયોધ્યામાં મસ્જીદ માટે ફાળવેલ જમીન મારી છે : દિલ્હીની મહિલાએ ખળભળાટ મચાવ્યો એક અહેવાલ મુજબ દિલ્હીની રાણી પંજાબી નામની હિન્દુ મહિલાએ એવો દાવો કર્યો છે કે અયોધ્યામાં મસ્જીદ બાંધવા અપાયેલ ૫ એકર જમીન મારી માલીકીની છે. ૨૦૧૯ના સુપ્રિમ કોર્ટના આદેશના પગલે યુપી સુન્નિ સેન્ટ્રલ વકફ બોર્ડને અયોધ્યાના ધનીપુર ગામમાં પાંચ એકર જમીન ફાળવવામાં આવી હતી. દિલ્હીની રાણી પંજાબીએ એવો દાવો કર્યો છે કે જે ૨૮.૩૫ એકર ફાળવવામાં આવી છે તે પૈકીની ૫ એકર જમીન પોતાના (રાણીના) પરીવારની છે. રાણીએ કહેલ કે માલીકી હક્કના તમામ દસ્તાવેજ મારી પાસે છે અને આ જમીન પરત મેળવવા હું સુપ્રિમ કોર્ટમાં જઈશ.

(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
