<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

સરિસ્‍કા વાઘ અભ્‍યારણ આસપાસના ૧૦૦ હોટલ-રિસોર્ટ હટાવાશે : સરિસ્‍કા ટાઇગર રિઝર્વની આસપાસ સરકારી જમીન ઉપર બનેલ હોટલ-રેસ્‍ટોરન્‍ટ-રિસોર્ટ વગેરે તોડી પાડવા તંત્રએ નિર્દેશ આપ્‍યો છે. એક અઠવાડીયામાં તેમને નોટીસ આપવાનું શરૂ કરાશે ત્‍યારબાદ બાંધકામ હટાવવામાં આવશે. પહેલા તબકકામાં ૧૦૦ થી વધુ બાંધકામોનો સમાવેશ થાય છે. એડીએમ વર્માએ જણાવેલ કે, સર્વે રિપોર્ટના આધારે સરકારી જમીન ઉપર જયાં દબાણ છે તે હટાવવા નિર્દેશ આપવામાં આવ્‍યો છે.

(3:34 PM IST)