<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

વેનેઝુએલા ચૂંટણીઃ નિકોલસ માદુરોની જીત સાથે જ અંધાધુંધીઃ ભીડનો રાષ્‍ટ્રપતિ ભવન પર કબજો કરવાની તૈયારીઃ વેનેઝુએલામાં નિકોલસ માદુરોની જીતના વિરોધમાં લોકોએ હંગામો શરૂ કર્યો હતો. દક્ષિણ અમેરિકાના દેશોમાંથી પણ આગચંપીના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં ગોટાળો થયો હતો. વિપક્ષે દાવો કર્યો છે કે તેમની પાસે ગત રવિવારની ચૂંટણીમાં જીતનો પુરાવો છે, પરંતુ સરકારે પોતાની રીતે જાહેરાત કરી દીધી હતી. હવે વેનેઝુએલામાં આના વિરોધમાં મોટા પાયે પ્રદર્શન જોવા મળી રહ્યા છે, હજારો લોકો રાષ્‍ટ્રપતમહેલ તરફ આગળ વધી રહ્યા છે.

(4:24 PM IST)