<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

અમદાવાદમાં ભીખ મંગાવવાનું મોટું રેકેટ : ૧૦ બાળકોને છોડાવ્‍યા અમદાવાદ શહેર પોલીસ દ્વારા વધુ ૧૦ બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવામાં આવ્‍યા અને તબીબી તપાસ માટે દાખલ કરવામાં આવ્‍યા : તેમના કસ્‍ટોડીયન અને વચેટીયા સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે. આ તમામ બાળકોને શાળાઓમાં દાખલ કરવાની અને પુનર્વસનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી હોવાનું અમદાવાદ પોલીસ જણાવે છે.

(12:30 PM IST)