News of Friday, 2nd August 2024
પીડિતાને ન્યાય અપાવાશેઃ દોષિતોને છોડવામાં નહીં આવેઃ દિનેશ બાંભણિયા કાલના સંમેલન પૂર્વે પાટીદાર સમાજના તાલુકા ભરના આગેવાનોની મળેલ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ બેઠકમાં અને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સિક્કાની બે બાજુની જેમ ભોગ બનેલ પીડીતા પણ પાટીદાર સમાજની દીકરી હોય અને આરોપી પણ પાટીદાર સમાજના હોવા છતાં પીડિતા સાથે ખરેખર દુષ્કર્મ એ બળજબરી થઈ હશે તો તેને પણᅠ ન્યાય અપાવીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના બાદ છાત્રાલયની છબી સુધારવા પણ હું સમાજની સાથે રહી છાત્રાલયમાં આવી ઘટનાઓ ફરિવાર ન બને તે માટે સમાજ કહેશે તેમ હું હંમેશા ઉભો રહીશ.

(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
