<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

બિહારના અનેક શહેરો પાણી હેઠળ.. : ભારે વરસાદના પગલે બિહારમાં પૂરની સ્‍થિતિ વણસતા સંખ્‍યાબંધ શહેરોમાં પાણી ફરી વળ્‍યા છે. ચારેકોર જળબંબાકાર સ્‍થિતિ છે. ગોપાલ ગંજ પંથકમાં ભારે વરસાદની આગાહી વચ્‍ચે ગોપાલગંજની સિવિલ હોસ્‍પિટલમાં પાણી ભરાયા છે. ગંડક, કોસી અને બાગમતી નદીઓ ઘણી જગ્‍યાએ ખતરાના નિશાનથી ઉપર છે. બીજી તરફ સોન અને ગંગા નદીના જળસ્‍તરમાં પણ વધારો નોંધાયો છે. ગંડક નદી ડુમરિયા ઘાટ પર ખતરાના નિશાનની નજીક વહી રહી છે, જ્‍યારે કોસી બલતારા અને બાગમતી નદીઓ બેનિયાબાદમાં લાલ ખતરાના નિશાનને પાર કરી ગઈ છે.

(4:15 PM IST)