<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

બાંગ્લાદેશ ફરી પૂર્વ પાકિસ્તાન બનવા જઈ રહ્યું છે : કુરાન હવેથી બાંગ્લાદેશનું નવું બંધારણ જાહેર નવું બાંગ્લાદેશ હવેથી ઇસ્લામિક જાહેર થયું: સંયોજકની જાહેરાત ચારે કોર શેખ મુજીબુર રહેમાનના સ્ટેચ્યુ, ફોટો હટાવાઇ રહ્યા છે: સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સતત હુમલાના અહેવાલો શેખ હસીના સરકાર સામેની ચળવળના મુખ્ય કોઓર્ડીનેટર સાર્જીસ આલમે કહ્યું છે કે હવે પછીથી નવું બાંગ્લાદેશ ઇસ્લામિક રહેશે અને દેશનું નવું બંધારણ કુરાન રહેશે. બાંગ્લાદેશ ફરી એકવાર પૂર્વ પાકિસ્તાન બનવા આગળ ધપી રહ્યું છે. હિન્દુઓ ઉપરના હુમલાના સતત ચારે બાજુથી અહેવાલો આવી રહ્યા છે. કહેવાતા વિદ્યાર્થી આંદોલનકારીઓ સમગ્ર બાંગ્લાદેશમાંથી બાંગ્લાદેશના સર્જક શેખ મૂજીબુર રહેમાનના સ્ટેચ્યુ અને ફોટાઓનો નાશ કરી રહ્યા છે.

(11:13 AM IST)