News of Wednesday, 7th August 2024
બાંગ્લાદેશમાં ૩૬ કલાકમાં બેકાબુ હિંસામાં ૪૪૦ લોકોના મોત : વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન અટકવાનું નામ લેતી નથી : અવામી લીગના નેતાઓ અને હિંદુઓ ટાર્ગેટ :બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલ આંદોલનમાં સોમવાર રાતથી આજે બુધવારે સવાર સુધીમાં ૪૪૦ લોકોના મોત થયા છે. ૫૦થી વધુ પોલીસોને મારી નાખવામાં આવ્યા જયારે ૩૦થી વધુ અવામીલીગના નેતાઓ અને તેના પરિવારજનોને ફૂંકી મારવામાં આવ્યા. સ્થિતિ ભયાનક ખરાબ છે. આજે પણ સતત લઘુમતી હિન્દુઓ અને અવામી લીગના નેતાઓ તથા પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. અવામીલીગના નેતાઓની હોટલને સળગાવી દેવાતા ૨૪ લોકો જીવતા સળગી મર્યા. હોટલના કાટમાળ નીચે વધુ મૃતદેહો હોવાની સંભાવના. બાંગ્લાદેશ જાણે ભડકે બળી રહ્યુ હોય અને લશ્કર સંપૂર્ણ મૌન સેવી રહ્યુ હોય તેવા અહેવાલો મળી રહ્યા છે.

(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
