<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

બાંગ્‍લાદેશમાં ૫૦ પોલીસોની હત્‍યાઃ ઢાકા સિવાય અનેક શહેરોમાં પોલીસ કર્મચારીઓ ગૂમ : જીવ બચાવવા ભાગી ગયા : ૪૦૦થી વધુ પોલીસ સ્‍ટેશનો પર હુમલા : બાંગ્‍લાદેશમાં સત્તા પલટાના પગલે વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન ૫૦ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા છે. ઢાકા સિવાય અનેક શહેરોમાં પોલીસ કર્મચારીઓ જીવ બચાવવા ભાગી ગયા અને ફરજ ઉપર એક પણ પોલીસ નથી. બાંગ્‍લાદેશમાં ૪૦૦થી વધુ પોલીસ સ્‍ટેશનો ઉપર હુમલા થયા છે. બાંગ્‍લાદેશની આરએબી- રેપીડ એકશન બટાલીયનના પોલીસ જવાનો પ્રજા ઉપર અત્‍યાચાર માટે ભારે બદનામ છે અને હવે જીવ બચાવવા ચારેકોર ભાગી રહ્યા છે. સ્‍થિતિ બેહદ વિસ્‍ફોટક છે.

(12:28 PM IST)