<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

રાજકોટ લોકમેળો : બી. કોર્નરના ૨૪ સ્‍ટોલની હરાજી શરૂ : અપસેટ પ્રાઈઝ ૧ લાખ સામે તોતીંગ આવક : ૧૫ જેટલા સ્‍ટોલ ૧ લાખ ૪૦ હજારથી ૧ લાખ ૭૧ હજારમાં વેચાયા આજે બપોરે ૨ વાગ્‍યે રાજકોટ લોકમેળાના બી કોર્નરના ૨૪ સ્‍ટોલની હરરાજી સીટી પ્રાંત ૧ ડો.ચાંદની પરમાર તથા મામલતદાર કાકડીયા અને સ્‍ટાફ દ્વારા શરૂ કરાઈ હતી. સ્‍ટોલ ઈચ્‍છુકો તમામ હાજર રહ્યા છે. બપોરે ૩ સુધીમાં ૧૫ સ્‍ટોલનું વેચાણ થઈ ગયુ છે. સ્‍ટોલની ૧ લાખની અપસેટ પ્રાઈઝ સામે તંત્રને તોતીંગ આવક થઈ છે. ૧૫ જેટલા સ્‍ટોલ ૧ લાખ ૪૦ હજારથી ૧ લાખ ૭૧ હજારમાં વેચાયા છે. હરરાજી ચાલુ છે. ત્‍યારબાદ આઈસ્‍ક્રીમના ૧૧ ચોકઠાની અને મોટી ખાણીપીણીના એક સ્‍ટોલની પણ હરાજી કરાશે.

(4:51 PM IST)