<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

હદ થઈ ગઈ... ઈરાકની સંસદમાં લગ્ન કરવાની ઉંમર ૧૫ થી ઘટાડી ૮ વર્ષ કરવા ખરડો મૂકાયો : ઈરાકની સંસદમાં એક ખરડો મૂકાયો છે જેમાં ઈરાકમાં હાલમાં લગ્ન કરવા માટેની છોકરીઓની કાનુની ઉંમર ૧૫ વર્ષ છે તે ઘટાડીને માત્ર ૯ વર્ષ કરવાની જોગવાઈ છે. આ ખરડા સામે જબ્‍બર વિરોધ શરૂ થયાના હેવાલો મળે છે. સમન્‍વય માળખાના કહેવા મુજબ આ જોગવાઈ બંધારણીય છે અને શરીઆના મુળભૂત સ્‍વરૂપ સાથે કોઈ જ છેડછાડ કરનારૂ નથી. : આ ખરડો સુચવનાર ઈરાકના સાંસદ રા'ડ અલ મલીકીએ કહ્યુ કે જે લોકો ઈશ્વરીય કાનુનની જોગવાઈઓનો અમલ ઈચ્‍છે છે તેને કેટલાક લોકો ધીક્કારી રહ્યા છે. સંકલન સમિતિ આ ખરડા માટે ભારે દબાણ લાવી રહી છે. હાલની સરકારમાં વજનદાર એવા રૂઢીચુસ્‍ત ઈસ્‍લામીક પક્ષો તરફથી આ ખરડો આવ્‍યો છે.

(11:47 AM IST)