હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
ઈરાનમાં એકસાથે ૨૯ને ફાંસીના માચડે લટકાવી દીધા ૧ મહિનામાં ૮૭ને લટકાવી દીધા : ૨ મહિલાને પણ ફાંસી : ઈઝરાયેલ - ઈરાન તણાવ પર સમગ્ર વિશ્વની નજર છે ત્યારે ઈરાનમાં માનવાધિકારને દબાવવા માટે ૨૯ને ફાંસી અપાયેલ છે. આ ૨૯માંથી ૧૭ને હત્યાના આરોપમાં, ૭ને ડ્રગ્સ સંબંધિત આરોપોમાં અને ત્રણને બળાત્કારના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. વધુ બે મહિલાઓને પણ ફાંસી આપવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. માનવ અધિકાર એનજીઓએ જણાવ્યુ કે ઈરાનમાં ૬ જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ એક મહિનામાં ઓછામાં ઓછા લોકોને ફાંસી આપવામાં આવી છે. આ બુધવાર સુધીમાં ૨૦૨૪માં ફાંસી આપવામાં આવનાર લોકોની કુલ સંખ્યા ૩૩૮ પર પહોંચી ગઈ છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અનુસાર ઈરાને ૨૦૨૩માં ૮૫૩ લોકોને મોતની સજા સંભળાવી હતી. જે છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ છે. મોટાભાગની ફાંસી એવા ગુનાઓ માટે હતી જેના માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં મૃત્યુદંડની કોઈ જોગવાઈ નથી.

(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
