<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

સુપ્રીમ કોર્ટે હિજાબ પર પ્રતિબંધ માટે મુંબઈની કોલેજને ફટકાર લગાવી : ડ્રેસ કોડના આદેશ પર સ્ટે આપ્યો : બોમ્બે હાઈકોર્ટે આ અગાઉ કહ્યું હતું કે આ નિર્દેશનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીના ધર્મની જાહેરાતને રોકવાનો છે, જેથી તેઓ તેમના શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે : સુપ્રીમ કોર્ટે શુક્રવારે (9 ઓગસ્ટ) મુંબઈની એક ખાનગી કૉલેજ દ્વારા કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા હિજાબ, કેપ અથવા બેજ પહેરવા પર પ્રતિબંધ મૂકતી સૂચના પર રોક લગાવી દીધી હતી. મુંબઈની એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે વચગાળાનો આ આદેશ આપ્યો હતો.

(2:45 PM IST)