તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
હેસ્ટર બાયોસાયન્સિસ કન્સોલિડેટેડ આવકો રૂ. ૮૨.૨૭ કરોડ : એબિટા ૧૭ ટકા વધીને રૂ. ૧૯.૭૪ કરોડ અને ચોખ્ખો નફો ૯ ટકા વધીને રૂ. ૭.૪૯ કરોડ થયો મુંબઇ, તા.૯: વેક્સિન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ભારતની અગ્રણી એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પહેલા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી કન્સોલિડેટેડ ધોરણે રૂ. ૮૨.૨૭ કરોડની આવક નોંધાવી છે. જૂન, ૨૦૨૪ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ઓપરેટિંગ નફો રૂ. ૧૯.૭૪ કરોડ હતો જે નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૬.૮૮ કરોડ કરતાં વાર્ષિક ધોરણે ૧૭ ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પહેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. ૭.૪૯ કરોડ રહ્યો હતો જે નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. ૬.૭૧ કરોડના ચોખ્ખા નફા કરતાં ૯ ટકા વધુ હતો

(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
