News of Sunday, 11th August 2024
પંજાબ મેલમાં આગ લાગવાની અફવાથી ભારે ભાગદોડ: ૨૦ને ઈજા, સાત ગંભીર: લોકો ટપોટપ ટ્રેનમાંથી કૂદવા લાગ્યા:હાવડા-અમૃતસર પંજાબ મેલ એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાથી ખળભળાટ મચી ગયો હતો. પોતાનો જીવ બચાવવાના પ્રયાસમાં ઘણા મુસાફરોએ ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે ૨૦ લોકો ઘાયલ થયા છે. સાતની હાલત ગંભીર. યુપીના બરેલીથી નીકળી ટ્રેન મીરાનપુર કટરા સ્ટેશન પહેલા કોઈએ ટ્રેનના જનરલ કોચમાં આગ લાગવાની અફવા ફેલાવી હતી.

(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
