News of Tuesday, 13th August 2024
*શેખ હસીનાના ભારતમાં રોકાણથી બંને દેશોના સંબંધોને કોઈ અસર થશે નહીં: વચગાળાની સરકારે હિન્દુ સમાજની માફી માગી: અવામી પાર્ટી ઉપર પ્રતિબંધ નહીં મુકાય તેવી ખાત્રી આપી* બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું છે કે શેખ હસીનાનું ભારતમાં રોકાણ, બંને દેશો વચ્ચેના સંબંધોને કોઈ અસર કરશે નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટ્વીટ પછી બાંગ્લાદેશની વચગાળાની સરકારે બાંગ્લાદેશના હિન્દુ સમાજની માફી માગી છે. વચગાળાની સરકારના વડાપ્રધાન હિન્દુ નેતાઓ, સંસ્થાઓના વડાઓને મળવાના છે. વચગાળાની સરકારે કહ્યું છે કે તેઓ શેખ હસીનાના અવામી લીગ પાર્ટી ઉપર પ્રતિબંધ મૂકશે નહીં, આ પક્ષે બાંગ્લાદેશ માટે ઘણો ભોગ આપ્યો છે.

(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
