<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનને પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય મીડિયા ઉપર વિશ્વાસ છે, ભારતીય લશ્કર કે મીડિયા ઉપર વિશ્વાસ નથી: જીતન રામ માંજી વિપક્ષો ઉપર તૂટી પડ્યા : દેશના એક સિનિયરમોસ્ટ દલિત નેતા અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન પાકિસ્તાન લશ્કરમાં વિશ્વાસ ધરાવે છે અને ભારતીય લશ્કર માટે શંકાઓ કરે છે. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન આઈએસઆઈ ઉપર વિશ્વાસ મૂકે છે પરંતુ રો ઉપર તેમને વિશ્વાસ નથી. વિપક્ષોનું આ જોડાણ આંતરરાષ્ટ્રીય મીડિયા ઉપર વિશ્વાસ ધરાવે છે પરંતુ ભારતીય મીડિયાને ભાંડવાનો તેમને અભરખો છે. ઇન્ડિયા જોડાણને હિંડેનબર્ગ ઉપર પૂરો વિશ્વાસ છે પરંતુ તેઓ દેશભક્તોને પ્રશ્નો પૂછી રહ્યા છે.

(11:11 AM IST)