News of Wednesday, 14th August 2024
મમતા બેનરજીના સાથીદાર અને સાંસદ સાંકેત ગોખલે વિરુદ્ધ પીએમએલએ કાનૂન હેઠળ ગુનાઓ દાખલ: લોકો પાસેથી નાણાં ઉઘરાવી અંગત કામોમાં વાપરી નાખ્યા : ઇડી - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાંકેત ગોખલે વિરુદ્ધ પીએમએલએ કાયદા હેઠળ મની લોન્ડરિંગ અંગે ગુનાઓ દાખલ કર્યા છે. ગુજરાત પોલીસે કહ્યું હતું કે તેમણે ક્રાઉડ ફંડિંગ દ્વારા એકત્ર કરેલા નાણાનો દુરુપયોગ કર્યો છે, જ્યારે પોતાને આર.ટી.આઈ એક્ટિવીસ્ટ અને સામાજિક કાર્યકર તરીકે રજૂ કરેલ છે. લોકો પાસેથી એકત્ર કરેલ રકમોનો ઉપયોગ શેરમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ, ક્રેડિટ કાર્ડના ચુકવણા, પે-ટીએમ દ્વારા ખરીદી, swiggy, zomato, ક્રિપ્ટો કરન્સીમાં લે-વેચ સહિતના પોતાના અંગત કાર્યો માટે કરેલ છે.

(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
