તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Friday, 16th August 2024
આ વર્ષે ચોમાસાએ : સેંકડોના જીવન દીપ બુઝાવી દીધા: ચોમાસુ પૂરું થવાને હજુ એક મહિનો બાકી છે: બે ડઝન રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : ચોમાસુ પૂરું થવા માટે એક મહિનો બાકી છે ત્યારે દેશભરમાં ચોમાસું ટોચ ઉપર છે. છેલ્લા ૩ મહિનામાં વરસાદ ભારે તબાહી મચાવી ચૂકેલ છે. ૭ રાજ્યોમાં પુર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી ૭૦૦થી વધુ લોકોના મોત થયા છે. એકલા વાયનાડમાં ૪૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે, હિમાચલમાં ૧૦૦થી વધુ, જ્યારે યુપી બિહાર ઉત્તરાખંડ રાજસ્થાનમાં પણ લોકો મૃત્યુ પામ્યા, આસામમાં પુરમાં ડૂબી જવાથી ૧૦૦થી વધુના મોત થયા છે. દિલ્હી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ ચાલુ છે.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
