News of Friday, 16th August 2024
કોલકત્તા રેપ અને મર્ડર કેસ સંદર્ભે આજે પશ્ચિમ બંગાળ બંધ: બંગાળને થંભાવી દેવા ભાજપની હાકલ : કોલકત્તા રેપ અને મર્ડર કેસ સંદર્ભે ભાજપે આજે પશ્ચિમ બંગાળ બંધનું એલાન આપી મમતા બેનર્જીનું રાજીનામું માગ્યું છે. બંધની જોરદાર અસર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળ ભાજપના વિપક્ષી નેતા સુવેંદુ અધિકારીએ તમામ રાજકીય પક્ષોને આજે બંગાળને થંભાવી દેવા હાકલ કરી છે. તેમણે કેન્દ્રને અનુરોધ કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવે. ગઈકાલે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ હોસ્પિટલમાં તોફાન મચાવી પુરાવાઓનો નાશ કર્યાનો આરોપ મૂક્યો છે.

(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
