તા. ૩૧ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૯ શુક્રવાર
News of Friday, 16th August 2024
મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ પૂર્વે ૧ કરોડ મહિલાઓને મહિને ૧૫૦૦ મળતા થઈ ગયા : મહારાષ્ટ્રની શિંદે - ફડણવીસ સરકારે ‘મુખ્યમંત્રી લડકી બહિન' યોજના અમલી બનાવી : વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યુ છે કે રાજયમાં ૧ કરોડ મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂા. મળતા થઈ ગયા છે. સરકારની ‘મુખ્યમંત્રી લડકી બહિન' યોજના અંતર્ગત આ સહાય ૧ કરોડ મહિલાઓને અપાઈ રહી છે. આ યોજના ૧૭ ઓગષ્ટે અમલમાં મૂકવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપની એનડીએ સરકારની આ જાહેરાત મહિલા મતદાતાઓને લોભાવવા મુકાયાનો વિપક્ષનો કકળાટ બહાર આવી રહ્યો છે.

(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
