<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

બિહારમાં સતત પૂલ તૂટી રહ્યા છે: બિહારમાં સતત પૂલો તૂટી રહ્યા છે. દરમિયાન અગુવા ખાતે આવેલ સુલતાનગંજ ફોર લેન બ્રિજનો ૯ નંબરના પિલર સહિતનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે. ૧૭૧૦ કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. ગંગા નદીના ભારે પુર અને તેજ વહેણને લીધે સુપર સ્ટ્રક્ચરનો કેટલોક ભાગ પાણીમાં તૂટીને ધડાકા સાથે સમાઈ ગયાનો દાવો કરાઈ રહ્યો છે. આ બ્રિજમાં આ ત્રીજો પિલર તૂટી પડ્યો છે.

(11:00 AM IST)