<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

કોલકાતાની ઘટના લઈને વિશ્વભરમાં દેખાવો : અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, પોલેન્‍ડમાં ધરણા કોલકાતાની અરજી કાર મેડિકલ કોલેજમાં તાજેતરમાં મહિલા ડોક્‍ટર સાથે બળાત્‍કાર અને હત્‍યાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્‍સો છે. આ અંગે વિવિધ સ્‍થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ખાસ કરીને ડોક્‍ટર્સ અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કોલકાતા કેસમાં ન્‍યાયની સતત માંગ કરી રહ્યા છે. હવે આ વિરોધ વૈશ્વિક સ્‍તરે પહોંચી ગયો છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીય મૂળના લોકો આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને ગુનેગારોને કડક સજાની માંગ કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, પોલેન્‍ડમાં ધરણા કરીને લોકોએ વિરોધ નોંધાવ્‍યો છે.

(3:53 PM IST)