<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો ચોરી કરવા મકાનમાં ઘૂસતા હતા ત્યાં જ પરિવારજનો જાગી ગયા અને ધોકાવાળી:સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ ધ્રોલના લતીપરના પરા વિસ્તાર નાગપુરમાં મોડી રાત્રીએ અજાણ્યા શખ્સોએ ચોરી કરવા ઈરાદે રહેણાંક મકાનને ટાર્ગેટ કરતા, પરીવારના લોકો જાગી જતા આ શખ્શોએ પરિવારજનો ઉપર ધોકા વડે હુમલો કરી જીવ બચાવવા નાસી છૂટેલા. પી.એસ.આઈ પી.જી. પનારાએ તપાસ હાથ ધરી છે. સંજય ડાંગર અકિલા

(12:08 PM IST)