<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

કોર્ટની પ્રક્રિયાના સંપૂર્ણ દુરુપયોગ માટે મુંબઈ હાઇકોર્ટે અરજદાર ઉપર ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો : મુંબઈ હાઈકોર્ટે હિંદુ ધાર્મિક વિધિઓ માટે "સનાતન કમિશન" અને "રાજ્યના ભંડોળ”ની માંગણી માટે થયેલી જાહેર હિતની અરજી પીઆઈએલ ઉપર ૧૦ હજારનો ખર્ચ ફટકાર્યો છે. હાઇકોર્ટે ચુકાદામાં કહ્યું કે "આ કોર્ટની પ્રક્રિયાનો સંપૂર્ણ દુરુપયોગ છે." અરજીમાં મહારાષ્ટ્રની ગુફામાં આવેલ પ્રાચીન મંદિરોમાં હિંદુ ધાર્મિક વિધિઓ માટે ભંડોળ, આંતરરાષ્ટ્રીય સનાતન કમિશનની રચના અને અન્ય માંગણીઓ કરવામાં આવી હતી

(9:35 AM IST)