તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 24th August 2024
રાજકોટના ચીફ ફાયર ઓફીસર કોણ? મિથુન મિસ્ત્રી હજુ અમદાવાદમાં જ કાર્યરત : ત્યાં પણ ઓફીસરોની ઘટ રાજકોટની જાણે માઠી દશા બેઠી હોય તેમ જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ થવા છતાં હજુ સુધી ચીફ ફાયર ઓફીસર જેવી મહત્વની પોસ્ટ ખાલી છે, આ પદ માટે અમદાવાદના એડીશ્નલ ચીફ ફાયર ઓફીસર શ્રી મિથુન વી. મિષાીની નિમણુંક થયાનું જાહેર થયુ છે. પરંતુ તેઓ હજુ અમદાવાદમાં જ કાર્યરત છે. અમદાવાદમાં બોગસ સ્પોન્સર શીપના આધારે નોકરીમાં જોડાયેલા ૯-૯ ફાયર અધિકારીઓને ટર્મીનેટ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ ફાયર ઓફીસમાં શ્રી મિષાી સિવાઈ અત્યારે કોઈ જવાબદાર અધિકારી ચાર્જમાં નથી. આથી શ્રી મિથુન મિષાી હાલમાં અમદાવાદ ખાતે જ કાર્યરત છે. આ સંજોગોમાં તહેવારો ટાણે રાજકોટ માટે કોઈ જવાબદાર ફાયર ઓફીસર હાલમાં નથી. કોઈ બનાવ બને તો શું થાય? સરકારે શ્રી મિથુન મિષાીને રાજકોટ ચાર્જ સંભાળી લેવા મંજૂરી આપી દીધી છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશને તેમને છૂટા કરેલ નથી એટલે કોકડુ ગુંચવાયુ છે. દરમિયાન બપોરે ૨:૪૫ વાગ્યે અકિલા સાથેની વાતચીતમાં શ્રી મિથુન મિષાીએ કહ્યુ હતું કે તેમને પોતાની નિમણુંક થયા અંગે કોઈ જ ખબર નથી. અમદાવાદમાં અત્યારે કોઈ જવાબદાર ફાયર ઓફીસર છે નહિં. આમ રાજકોટ આવવા અંગે હાલ અનિશ્ચિતિતા પ્રવર્તે છે.

(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
