તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Saturday, 24th August 2024
રાજકોટના શાપર - વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાને ગંભીર અકસ્માત : બ્રેઈન હેમરેજ : સુરેન્દ્રનગરમાં તાત્કાલીક ઓપરેશન હાથ ધરાયુ : કિશોરભાઈના મિત્રનું સ્થળ પર મૃત્યુ રાજકોટથી આબુ જતાં અમદાવાદ હાઈવે ઉપર શાપર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના કઝીન ભાઈ કિશોરભાઈ ટીલાળાને સાયલા પાસે ગંભીર અકસ્માત નડયાના અહેવાલો મળે છે : તેમને બ્રેઈન હેમરેજ થયુ છે અને તાત્કાલીક સુરેન્દ્રનગર ખસેડાયા છે જયાં તાત્કાલીક ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યુ છે : રાજકોટથી ન્યુરોસર્જન ડો. સંજય ટીલાળા અને ટીમ તાત્કાલીક સુરેન્દ્રનગર પહોંચી છે : હાલ ઓપરેશન ચાલુ હોવાના અહેવાલ મળે છે : સ્કુટર ચાલકને બચાવવા જતાં તેમની કાર સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી અને ત્રણેક ગડથોલીયા ખાઈ ગઈ હતી : કિશોરભાઈને બ્રેઈન હેમરેજ થયુ હોય ગંભીર સ્થિતિ છે : મળતા અહેવાલો મુજબ કિશોરભાઈ ટીલાળા સહિત ૩ દંપતિ આજે સવારે રાજકોટથી ફોર્ચ્યુનર કારમાં આબુ ખાતે પ્રજાકિતા બ્રહ્માકુમારી ભવન ખાતે જવા નીકળ્યા હતા. ગાડી કિશોરભાઈ ચલાવતા હતા. દરમિયાન તેમની સાથે રહેલા તેમના એક મિત્રનું સ્થળ પર અવસાન થયાનું જાણવા મળે છે. અન્ય લોકોનો ચમત્કારીક બચાવ થયો છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
