<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

કચ્‍છમાં ગંભીર દુર્ઘટના : મશીનમાં આવી ગયેલા પુત્રને બચાવવા જતાં પિતા અને ભાગીદારના પણ મોત : હાહાકાર : કચ્‍છ : ભુજ નજીક ધાણેટીમાં ચાઈના કલેના ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાયેલ છે : શ્રી હરિ મિનરલ્‍સમાં સર્જાયેલ આ દુર્ઘટનામાં ૩ના મૃત્‍યુ થયા છે. ૧૦ વર્ષના પુત્ર ચાઈના કલેના હોફર મશીનમાં આવી જતાં તેને બચાવવા દોડેલા પિતા અને તેના ભાગીદારનું પણ મૃત્‍યુ નિપજ્‍યુ છે. કંપાવનારી આ દુર્ઘટનાની વિગતો મેળવાઈ રહી છે.

(4:02 PM IST)