<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

એસટી બસ અને ગોપાલ નમકીનના ટ્રક વચ્‍ચે અકસ્‍માત : ડઝનેક મુસાફરોને ઈજા : બે ની સ્‍થિતિ ગંભીર : કાલાવડ - ધોરાજી હાઈવે ઉપર રીનારી ગામના પાટીયા નજીક એક એસટી બસ અને ગોપાલ નમકીનના નમકીન ભરેલા ટ્રક વચ્‍ચે અકસ્‍માત થયાનું જાણવા મળે છે : પ્રાથમિક અહેવાલો મુજબ એકાદ ડઝન મુસાફરોને નાની - મોટી ઈજાઓ પહોંચી છે. જયારે બે ની સ્‍થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યુ છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(4:02 PM IST)