<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ઉત્તર ગુજરાતના પાટણમાં ત્રણ કલાકમાં દે ધનાધન ૩ કલાકમાં ૪ ઇંચ: સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા : ઉત્તર ગુજરાતમાં પાટણમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ૩ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડ્યો. જિલ્લાના સરસ્વતી, સિદ્ધપુર, હારિજ, સમી, શંખેસ્વર અને રાધનપુર સહિતના વિસ્તારોમાં થયો ધોધમાર વરસાદ. મેઘા નક્ષત્રમાં વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ખુશીની લહેર. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાટણમાં સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા. સુજલામ સુફલામ કેનાલ મારફતે નવા નીર છોડાયા છે. ભાજપ આગેવાનો કાર્યકરોએ નીરના કર્યા વધામણા

(4:17 PM IST)