News of Tuesday, 27th August 2024
સમગ્ર કચ્છ અને અડધા સૌરાષ્ટ્ર ઉપર પ્રચંડ વાદળાઓ છવાયા: ભયજનક સ્થિતિ સર્જાવાના સંકેત* અત્યારે મોડી રાત્રે લેવામાં આવેલ ઇન્સેટ તસવીરમાં સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અભૂતપૂર્વ વાદળાઓના ગંજથી ઢંકાઈ ગયો છે, જ્યારે રાજકોટ સુધીનું અડધું સૌરાષ્ટ્ર પણ વાદળાઓમાં ઘેરાઈ ગયું છે. ત્યાર પછીના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વાદળાઓ મધ્યમ ઘેરાયા છે. રાજકોટ જામનગર હાઇવે ઉપરના ધ્રોલ નજીકના ઊંડ-૧ ડેમ ઉપર અત્યારે ૧૦ વાગ્યાથી ભયાનક વરસાદ પડી રહ્યાનું સંજય ડાંગર જણાવે છે. ડેમના ૧૫ દરવાજા ખોલાયા છે.

(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
