<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

માથે દેવાનો મહાગંજ ખડકાતા કોંગ્રેસના નેતાએ પત્ની અને બે પુત્રી સહિત આત્મહત્યા કરી:છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં ૬૬ વર્ષના કોંગ્રેસના નેતા પંચરામ યાદવે તેમની પત્ની નંદની, પુત્ર નીરજ અને સૂરજ સહિત ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લીધેલ છે. :જબરજસ્ત દેવાથી કંટાળી આ પગલું ભર્યાનું કહેવાય છે. લોકોને જાણ ન થાય એ માટે ઘરના આગળના દરવાજાને તાળું મારી દીધું હતું અને પાછળના દરવાજા થી અંદર ગયા પછી અંદરથી દરવાજો બંધ કરી દીધેલું.:પડોશમાં રહેતી એક યુવતી તેના ઘરે ગઈ ત્યારે આ વાત બહાર આવીતી. બેથી ત્રણ વખત ફોન કરવા છતાં દરવાજો નહીં ખુલતા આ મહિલાએ આસપાસના લોકોને જાણ કરી અને લોકો ઘરમાં ગયા ત્યારે આ બધા ગંભીર હાલતમાં પડેલા હતા..

(1:58 PM IST)