<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

જોહર કાર્ડ પરિવારનું સન્‍માનઃ અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજ દ્વારા જોહર કાર્ડના માલીક યુસુફભાઇ અને હસનેનભાઇનુ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી અને શાલ ઓઢાડી જાહેર સન્‍માન કરવામાં આવેલ. આ સન્‍માન પહાડી કંઠના લોકગાયક અને ઓમ શિવમ યુવા ગ્રુપ-રાજકોટના પ્રમુખ કૌશિક મહેતા (ભુ-દેવ)એ કરેલ. હિન્‍દુ ધર્મને માન આપી જોહરકાર્ડ દ્વારા ચોરાસી જ્ઞાતિના બ્રાહ્મણો કે જેઓ કર્મકાંડી ભાઇઓ તથા મંદિરના બ્રાહ્મણ પુજારીઓ લગભગ ૮૦૦ જેટલા બ્રાહ્મણોને વિનામૂલ્‍યે રાખડીનું વિતરણ કરવામાં આવેલ તે બદલ આ સન્‍માન કરાયુ હતું.

(3:42 PM IST)