<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: ગણેશ વિસર્જન વખતે 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા : 3ના મોત : ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબી ગયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર 3 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મેશ્વો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે.

(5:40 PM IST)