News of Saturday, 14th September 2024
આગલી સરકારે પ્રોડક્શન ક્ષેત્રની અવગણના કરી એટલે આપણે ચાઈનીઝ પ્રોડક્ટસ આયાત કરવી પડે છે: જીવન ખટાખટ નથી, કઠોર પરિશ્રમ છે: જયશંકર : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે આપણે ચાઈનીઝ પ્રોડક્ટ એટલા માટે આયાત કરવી પડે છે, કારણ કે અમારી પહેલાની સરકારે ઉત્પાદન ક્ષેત્રની અવગણના કરી હતી. અને અમે જ્યારે તે દિશામાં કામ કરી રહ્યા છીએ ત્યારે તેઓ અમને નિરાશ - હતાશ કરી રહ્યા છે. પરંતુ મારો મેસેજ એ છે કે આપણે હાર્ડવર્ક કરવું જ પડશે. તેમણે કહ્યું હતું કે બીજા દેશો આપણા દેશ માટે ટીકા ટીપ્પણ કરે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ તેઓએ પણ તેમના દેશ માટે સાંભળવા તૈયાર રહેવું જોઈએ. જીવન ખટાખટ નથી પરંતુ જીવન કઠોર પરિશ્રમ છે.

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
